Ch. 23 Author
Published in
Voice of Unity: Sardar Vallabhbhai Patel and the Making of Modern India · Young India Publication , 2025ભારતના ઈતિહાસમાં કેટલાક એવા મહાનુભાવો હોય છે જેમની વિચારધારા અને કાર્યો સમયની સીમાઓ પાર કરીને વર્તમાન અને ભવિષ્ય માટે પણ પ્રસ્તુત રહે છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોહપુરુષ, આવા જ એક યુગપ્રવર્તક નેતા હતા. તેમની દ્રષ્ટિ, કુનેહ અને અપ્રતિમ રાષ્ટ્રભક્તિએ સ્વતંત્ર ભારતના પાયા નાખ્યા. ૨૧મી સદીમાં, જ્યારે ભારત અનેક આંતરિક અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે સરદાર પટેલના સિદ્ધાંતો અને દ્રષ્ટિકોણનું પુનર્ગઠન કરવું અત્યંત આવશ્યક બની રહે છે. આ લેખમાં, આપણે ૨૧મી સદીના ભારત માટે પટેલના દર્શનની સુસંગતતા, રાષ્ટ્રીય એકતા, ધર્મનિરપેક્ષતા, આંતરિક જોખમો, સહકારી મોડેલ અને ભારતીય ઓળખના પુનર્ગઠન પર વિસ્તૃત ચર્ચા કરીશું.