Ch. 20 Author
Published in
Voice of Unity: Sardar Vallabhbhai Patel and the Making of Modern India · Young India Publication , 2025પ્રસ્તુત સંશોધન લેખ ભારતમાં દેશી રજવાડાઓને એકત્ર કરીને, અખંડ રાષ્ટ્ર બનાવવામાં ખુબ જ મહત્વપૂર્ણ પ્રદાન કરનારાં સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવનમાં નિહિત રાષ્ટ્રીય કર્તવ્યનિષ્ઠાનો અભ્યાસ કરે છે. આ અભ્યાસનો હેતુ તેમની રાષ્ટ્રીય ફરજ પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્રની અખંડિતતા માટે તેમણે આચરણમાં મૂકેલાં દરેક કાર્યોમાંથી બોધપાઠ પ્રાપ્ત થાય છે. તેઓ ભારતના દરેક નાગરિક માટે આદર્શ રાષ્ટ્રીય કર્તવ્યબોધનો નમૂનો પૂરો પાડે છે. આ સંશોધન પત્ર તેમનાં જીવનમાં મહત્વનાં આંદોલનો તથા તેમનાં નિર્ણયો અને વિચારોનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રાપ્ત થતાં રાષ્ટ્રીય કર્તવ્યબોધને કેન્દ્રસ્થ સ્થાને રાખીને સમગ્ર ઉપક્રમ હાથ ધરવામાં આવેલો છે.
આ સંશોધન બહુવિધ અભિગમ આધારિત છે, આ ઉપક્રમમાં તેમનું પ્રાપ્ત આત્મકથા સાહિત્ય, પ્રવચનો, લખાણો વગેરેને પ્રાથમિક અને દ્વિતીય સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવેલો છે. આ સંશોધન લેખમાં સામાન્ય માણસ થી લઈને તેમની ભારત દેશના ઉપપ્રધાન મંત્રી બનવાં સુધીની મુસાફરીનાં મુખ્ય ઘટનાઓ દરમ્યાન પ્રાપ્ત કર્તવ્યબોધને આલેખવાનો પ્રયાસ કરેલો છે, જે અપૂર્વ છે અને આ સમગ્ર સંશોધન લેખને વિશિષ્ટ પણ બનાવે છે. આપણને સૌને વિદિત છે કે સરદાર વલ્લભભાઈ પટેલની સંપૂર્ણ નિષ્ઠા ભારતની એકતા અને અખંડિતતા સ્થાપિત કરવામાં રહી છે, તેઓ અડગ, નિષ્ઠાવાન, પ્રમાણિક હતાં. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમર્પિતતાનાં દર્શન આપણને ગુજરાત સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન, કેબીનેટ મિશન તથા વિભાજન આ દરેક વખતે થાય છે. આ સંશોધન પત્ર દ્વારા આપણને સરદાર પટેલના જીવનનાં મહત્વનાં બનાવો અને તેમાં તેમની કુનેહ ની સમજણ પ્રાપ્ત થશે.