Research Article
Ph.D Research Scholar , Department of Sociology, Sardar Patel University, Vallabh Vidyanagar, Gujarat, India
Submitted: 15-07-2025
Accepted: 04-08-2025
Published: 15-08-2025
Pages: 184-190
ભિખારી અને માર્ગાવાસી લોકોની સમસ્યા માત્ર આર્થિક નથી, પરંતુ એક વિસ્તૃત સમાજશાસ્ત્રીય સમસ્યા છે જે સામાજિક અસમાનતા, વ્યવસ્થાગત અસફળતા અને માનવ અધિકારોના ઉલ્લંઘન સાથે જોડાયેલી છે. આ વર્ગના લોકો જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક, આશરો, આરોગ્ય અને સ્વચ્છતા માટે પણ સંઘર્ષ કરે છે. નિરાધારતા, બેરોજગારી, માનસિક તથા શારીરિક રોગો, પરિવાર વિયોગ, અને વ્યસન જેવી પરિસ્થિતિઓ તેમને રસ્તા પર લાવી દે છે. સમાજના મુખ્ય પ્રવાહથી તેઓ અલગ પડી જાય છે, અને તેમનું નિમ્નીકરણ થાય છે. આ લેખમાં ભિખારીઓ અને માર્ગાવાસી લોકોના જીવન પર પડતા સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિબળોની ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે, સરકાર તેમજ ગેરસરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી પુનઃસ્થાપન નીતિઓનું વિશ્લેષણ પણ કરવામાં આવશે. સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી આવા લોકોને પુનઃસન્માનિત જીવનમાં સામેલ કરવા માટેના પગલાંઓ તથા સંભવિત ઉકેલો વિષે પણ ચિંતન કરવામાં આવશે.