Research Article
Ph.D Research Scholar , Department of Sociology, Sardar Patel University, Vallabh Vidyanagar, Gujarat, India
Submitted: 15-07-2025
Accepted: 04-08-2025
Published: 15-08-2025
Pages: 212-219
આધુનિક સમયમાં, યુવાનોમાં વધતા જતા માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો, ખાસ કરીને આત્મહત્યાના વિચારો, એક ગંભીર સામાજિક ચિંતાનો વિષય બન્યા છે. આ લેખ આધ્યાત્મિકતા કેવી રીતે યુવાનોમાં આત્મહત્યાના વિચારો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આધ્યાત્મિકતાને અહીં કોઈ ચોક્કસ ધર્મ પૂરતી મર્યાદિત ન રાખતા, વ્યક્તિના જીવનના ઉદ્દેશ્ય, મૂલ્યો, આશા અને આંતરિક શાંતિની શોધ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આધ્યાત્મિક પ્રથાઓ, જેમ કે ધ્યાન, યોગ, પ્રાર્થના, અને પ્રકૃતિ સાથેનો સંવાદ યુવાનોમાં સકારાત્મક માનસિક સ્થિતિ નિર્માણ કરી શકે છે. તે તણાવ અને ચિંતા ઘટાડવામાં આત્મસન્માન વધારવામાં અને જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે. આધ્યાત્મિકતા યુવાનોને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આશા અને સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા માટેનું બળ પૂરું પાડે છે જેનાથી આત્મહત્યાના વિચારોની સંભાવના ઘટે છે. આધુનિક યુગમાં યૌવન એક એવી જીવન અવસ્થાને પ્રતિનિધિત્વ આપે છે જ્યાં વ્યક્તિ શારીરિક, માનસિક અને સામાજિક પરિવર્તનનો સામનો કરે છે. આ સમયમાં યુવાનોમાં જીવનપ્રતિ અનિશ્ચિતતા, તણાવ, અસફળતા અને અસુરક્ષાના ભાવના વધતી જોવા મળે છે જેના કારણે આત્મહત્યાના વિચારો (Suicidal Thoughts) વધતા જઈ રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના તાજેતરના અહેવાલ અનુસાર આત્મહત્યા યુવાનોમાં મૃત્યુનું મુખ્ય કારણ બન્યું છે આત્મહત્યાના વિચારો ધરાવતા યુવાનોને મદદ કરવા માટે આધ્યાત્મિકતાના સંભવિત લાભો પર પ્રકાશ પાડે છે